Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અજય દેવગનની 'રેડ' ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ

મુંબઈ: બોલીવુડનાઅભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ 'રેડ'નું પહેલું પોસ્ટર તથા ટ્રેલર રીલિઝ થયું છે. પોસ્ટરમાં અજય દેવગણ ઘણી બધી સૂરકેસ અને કોથળાઓ વચ્ચે બેસેલ છે. ફિલ્મનું નિર્દેશન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે. અને ટી-સિરીઝના બેનર હેઠળ ફિલ્મ બની છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જાણકારી અને પોસ્ટર પોતાની વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ થી  શ્યેર કર્યું છે.

ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર ,કુમાર મંગત અને અભિષેક પાઠક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની કહાની 1980ના ઉત્તર પ્રદેશમાં સેટ કરવામાં આવી છે જે તે ડોરની ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં અજયનો રોલ એક સમજદાર અને ઈમાનદાર ઇન્કમ ટેક્સ અધિકારીનો છે ફિલ્મ 16 માર્ચે રિલીઝ થવાની છે.

(4:32 pm IST)