Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

'દંગલ'ને પછાડી ચીનમાં નંબર વન બની 'સિક્રેટ સુપરસ્ટાર'

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આમિર ખાન સ્ટારર ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'ચીનમાં અઢળક કમાણી કરી રહી છે. એક રિપોર્ટ મુબજ ફિલ્મે ચીનમાં 584.60 કરોડની કમાણી કરી છે. ટૂંક સમયમાં બોક્સ ઓફિસમાં ફિલ્મ 100 મિલિયન ડોલરનો આંકડો પાર કરી લેશે. વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર સિક્રેટ સુપરસ્ટારે 600 કરોડ કબલમાં એન્ટ્રી કરી લીધી છે. આમિર ખાનની આ બીજી ફિલ્મ છે જેને ચીનમાં જોરદાર કમાણી કરી છે. ચીન બોક્સ ઓફિસ પર રિલીઝ દુનિયાની ઘણી સારી ફિલ્મોને પછી પાડીને આમીરની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારે બાજી મારીને પહેલો ક્રમ મેળવ્યો છે. આ પહેલા આમીરની ફિલ્મ દંગલ એ ચીન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ઉપરાંત ચીનના બોક્સ ઓફિસ પર સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મે દંગલ ફિલ્મનો રેકોર્ડ પર તોડી નાખ્યો છે.

(4:31 pm IST)