Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ફિલ્મો ફલોપ નિવડે તેનાથી કોઇ ફરક નથી પડતોઃ કરીના

કરીના કપૂર ખાન બોલીવૂડની બિન્દાસ્ત બેબો તરીકે ઓળખાય છે. તૈમુરના જન્મ પછી તે ફરીથી ફિલ્મ કરી રહી છે. તે છેલ્લે બજરંગી ભાઇજાનમાં જોવા મળી હતી. હવે તે વીરે દી વેડીંગનું કામ કરી રહી છે. કરીનાએ કહ્યું હતું કે ફિલ્મો મારી ફિલ્મો હિટ નિવડે કે ફલોપ મને કોઇ ફરક નથી પડતો. મારી ફિલ્મો ચાલી રહી છે કે નથી ચાલી રહી તેનાથી પણ કંઇ ફરક નથી પડતો. કરીના બેબાક બોલીને ગમે તેની બોલતી બંધ કરી દે છે. બોલીવૂડમાં સગાવાદ બાબતે કરીનાએ કહ્યું હતું કે અહિ આલિયા ભટ્ટ છે તો કંગના રનોૈત પણ છે. કરીના હાલમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનીયા સાથે કામ કરી રહી છે. તાજેતરમાં કરીનાએ પતિ સૈફ અને સહેલીઓ સાથે ગોવામાં અમૃતાની બર્થડે પાર્ટી ઉજવી હતી.

 

(9:46 am IST)