Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મેકઅપ વગર દ્રશ્ય ભજવવું ખુબ સરળ રહ્યું : કિર્તી

અભિનેત્રી કિર્તી કુલ્હારી વેબ સિરીઝ ક્રિમીનલ જસ્ટીસની બીજી સિઝનમાં ખાસ ભુમિકામાં જોવા મળી છે. અનુ ચંદ્રા નામનું તેનું પાત્ર કહાનીને આગળ વધારે છે. કિર્તી કહે છે અનુની માનસિક અવસ્થાને યોગ્ય પારદર્શિતા સાથે રજૂ કરવા માટે મેકઅપ વગર જ રોલ નિભાવવો વધુ સરળ હતો. આ પાત્ર ખુબ જ જટીલ, અસલી અને સંવેદનશીલ પણ છે. મને અનુનો રોલ નિભાવવો ખુબ ગમ્યું છે. મેકઅપ વગરનો રોલ હોવાથી હું સેટ પર પર બધાની પહેલા તૈયાર થઇ જતી હતી. આ ખુબ આરામદાયક હતું. મારા સહકલાકારો મને પુછતા હતાં કે હું ચામડીની કાળજી માટે રૂટીનમાં શું કરુ છું. આ બધાને હું કહેતી કે મારી સ્કીન બાબતે હું સતત સજાગ રહુ છું. મારા ડર્મેટોલોજીસ્ટની સલાહ એ લોકોને શેર કરતી હતી. કિર્તીએ તાજેતરમાં અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. ત્યાંની તસ્વીરો પણ તેણે પોસ્ટ કરી હતી. સાથે લખ્યું હતું કે વાહેગુરૂ સબનું બાલ બકશણ, તે સબ તેં મહર રખીં. વાહેગુરૂ સોૈને માફ કરે અને દરેક પર આશિષ વરસાવે. હું સોૈના માટે પ્રાર્થના કરી રહી છું કે ૨૦૨૧ની શરૂઆત સુંદર થાય.

(9:28 am IST)