Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ટીવી શો 'યે જાદુ હૈ જીન કા'માં આકાશગંગાની ઘટના

મુંબઇ તા. ૬: સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી જાદુઈ લવ સ્ટોરી 'યે જાદુ હૈ જીન કા' ચારે તરફથી પ્રેક્ષકોની પ્રશંસા જીતી રહી છે. વીએફએકસ અને અભિનેતાઓના પાવર-પેકડ પરફોર્મન્સે આ સીરિયલને ટેલિવિઝનની સૌથી લોકપ્રિય બની ગઇ  છે. ચાલુ ટ્રેક મુજબ, રહસ્યમય વાર્તામાં તારો કી બારીશનો રસપ્રદ ક્રમ રજૂ થવાનો છો. જેમાં ઉલ્કાવર્ષા દર્શાવવામાં આવી છે. આ ટ્રેક વિશેની રસપ્રદ વાત એ છે કે આ ઉલ્કા વર્ષા એક વાસ્તવિક ખગોળશાસ્ત્રીય ઘટના પર બનાવવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ઉલ્કા સંગઠનની આગાહી મુજબ, ચતુર્થાંશ ઉલ્કા વર્ષા ઉત્ત્।રીય ગોળાર્ધમાં થઇ હતી, કારણ કે તેનો બિંદુ આકાશના ગુંબજ પર ખૂબ જ દૂર ઉત્ત્।ર તરફ હતો. ભૌગોલિક અવરોધને કારણે ભારતીયોને આ નજરો જોવા મળ્યો ન હતો, પરંતુ કંઇ વાંધો નહીં. યે જાદુ હૈ જીન કામાં તેની વર્ચ્યુઅલ રજૂઆતની ઝલક જોવા મળી. ૪ લાયન્સ ફિલ્મ્સના નિર્માતા ગુલ ખાન આ અંગે વાત કરતા કહ્યું કે, ગેલેકસીની આટલી વિચિત્ર ઘટના પર સાથે મળી આખી ટીમ એક આકર્ષક ક્ષણને તૈયાર કરી રહી છે. તારાઓનો વરસાદ ઉત્ત્।રીય ગોળાર્ધમાં બનેલી વાસ્તવિક ઘટના છે, જેને અમે અમારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના છીએ.

(3:55 pm IST)