Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

વરૂણ ધવન સાથે ગરમી...સોંગમાં નોરાની જમાવટ

વરૂણ ધવન અને નોરા ફતેહી પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ બંને સ્ટ્રીટ ડાન્સર-થ્રીડીના સેટ પર પહેલી જ વખત સામ-સામે થયા ત્યારે તેની જોડી કમાલની લાગતી હતી. બધાને આ બંનેનું કામ પણ ગમ્યું હતું. રેમો ડિસુઝાની ફિલ્મમાં ડાન્સર અને પ્રેમીનો રોલ નિભાવી રહેલો વરૂણ સેટ પર પહેલી વખત નોરાને મળ્યો ત્યાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ હતી. બંનેની ડાન્સ કરવાની એનર્જી પણ જબદરસ્ત હતી. ટાઇમીંગ પણ ધમાકેદાર હતું. નિર્માતાઓ આ ફિલ્મનું ગીત ગર્મી રિલીઝ કરતાં જ સોશિયલ મિડીયા પર વાત વાયરલ થઇ ગઇ હતી કે એક નવી જોડી સામે આવી છે. આ ગીતમાં વરૂણ અને નોરાની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી છે. ટાઇમીંગ, એનર્જી અને ડાન્સ સ્ટેપ પણ જોરદાર છે. આ ડાન્સ સોંગને બાદશાહ અને નેહા કક્કડે સુમધુર કંઠ આપ્યો છે. ફિલ્મમાં શ્રધ્ધા કપૂર પણ વરૂણ સાથે મુખ્ય ભૂમિકામાં છે. નોરા ફતેહી અત્યાર સુધી આઇટમ નંબરમાં જ મોટે ભાગે દેખાઇ છે અને તેના બધા જ ગીતો સુપરહિટ થયા છે. આ ફિલ્મમાં તેને ખાસ રોલ મળ્યો છે.

(9:58 am IST)