Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

મનિષ પોલએ પરિવાર સાથે માણી દુબઇમાં રજાની મજા

 અભિનેતા મનિષ પોલ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરતો રહે છે. મનિષે પોતાના ભરપુર શેડ્યુલમાંથી સમય કાઢીને તાજેતરમાં ક્રિસમસની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી હતી. તે કહે છે પોતે ગમે ત્યાં હોય પણ ક્રિસમસ સમયે પરિવારની સાથે જોડાય જાય છે.આ સમય પરિવારજનો સાથે ગાળવાનો હોય છે. અમારા માટે કદાચ આ નિયમ જ બની ગયો છે કે ક્રિસમસમાં બધાને ભેગા થઇ જવાનું. મનિષ વર્ષોથી ક્રિસમસની રજા માણવા પરિવારજનો સાથે દુબઇ જાય છે. આ વખતે પણ તેણે આ ક્રમ જાળવી રાખ્યો હતો. ત્યાં તેણે પરિવાર સાથે ખુબ આનંદ માણ્યો છે. મનિષ ટીવી પરદે પોતાની ખાસ હોસ્ટીંગ સ્ટાઇલ માટે પણ ખુબ જાણીતો છે. તેને અનેક ટીવી શો અને સમારોહમાં હોસ્ટ તરીકે કામ મળતું રહે છે. જ્યારે પણ તે સંચાલન કરતો હોય છે ત્યારે દર્શકો રોમાંચિત થઇ જતાં હોય છે. મનિષ જે શોનું સંચાલન કરતો હોય છે એ શોની ટીઆરપી પણ જબરી હોય છે. મનિષને તાજેતરમાં મોસ્ટ સ્ટાઇલિશ હોસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. તેણે આ માટે દર્શકોનો, પ્રશંસકોનો આભાર વ્યકત કર્યો હતો.

(9:56 am IST)