Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની સફળતાની કહાની હવે ફિલ્મી પરદેઃ ફિલ્મનું નામ 'કર્રમ કુર્રમ'

આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં કિયારા અડવાણીને મુખ્ય ભુમિકા

મુંબઇ તા. ૫: શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની સફળતાની કહાની પર હવે ફિલ્મ બની રહી છે. જાણીતા નિર્માતા નિર્દેશક આશુતોષ ગોવારીકર આ ફિલ્મ બનાવી રહ્યા છે.   ફિલ્મમાં મુખ્ય ભુમિકા માટે કિયારા અડવાણીને પસંદ કરવામાં આવી છે.

ફિલ્મનું નામ 'કર્રમ કુર્રમ' એવું રખાયું છે. લિજ્જત પાપડની જાહેર ખબરમાં કર્રમ કુર્રમ શબ્દ બોલવામાં આવે છે. તેના પરથી જ ફિલ્મનું નામ રખાયું છે. આ કહાની એ મહિલા સહકારી સંઘની છે જેણે ૧૯૫૯માં સાત ગુજરાતી મહિલાઓએ મુંબઇની નાનકડી ચાલીમાં પાપડ બનાવવાથી શરૂ કરી હતી. એ પછી આજે લિજ્જત પાપડનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ૧૯૯૦માં લિજ્જત પાપડની જાહેરખબરમાં કર્રમ કુર્રમ શબ્દ લેવાયો હતો. જે આજ સુધી પ્રચલીત છે. ફિલ્મનું નિર્દેશન આશુતોષ સાથે ગ્લેન બારનેટો પણ કરશે. નિર્માણ સુનિતા ગોવારીકરનું છે.

પાપડ ઉત્પાદનનું કામ દરરોજ સવારે સાડા ચારથી શરૂ થઇજાય છે. કઇ રીતે લોટ બંધાય છે અને પાપડ વણતી બહેનો સુધી આ લોટ કઇ રીતે પહોંચે છે, પાપડ વણ્યા પછી કઇ રીતે કેન્દ્ર પર પાછા આવે છે અને પેકીંગ થઇ સપ્લાય થાય છે તે તથા આ ગૃહ ઉદ્યોગ નાનકડા છોડમાંથી વટવૃક્ષ કઇ રીતે બન્યો તેની સમગ્ર કહાની ફિલ્મમાં હશે. કિયારાની ફિલ્મ ઇન્દૂ કી જવાની હવે રિલીઝ થવાની છે. ત્યાં તેને બીજી મોટી ફિલ્મ મળી ગઇ છે.

(1:29 pm IST)