Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

શાહરૂખ ખાનને મળી દમદાર કહાની

બોલીવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ઝીરો નિષ્ફળ નિવડ્યા બાદ ફિલ્મી પરદેથી દૂર થઇ ગયો છે. તેણે એ પછી દમદાર સ્ક્રિપ્ટ હશે તો જ ફિલ્મ કરશે તેવો નિર્ણય કર્યો હતો. હવે તેને આવી એક કહાની મળી ગઇ છે. એક તરફ એવી વાતો વહેતી થઇ હતી કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાની સાથે ફિલ્મ કરશે. તો બીજી તરફ સાઉથના ફિલ્મમેકર એટલીની ફિલ્મ કરશે તેવી વાત પણ થઇ હતી. પરંતુ હવે એ વાત સામે આવી છે કે શાહરૂખ ખાન રાજ નિડીમોરૂ અને કૃષ્ણા ડીકેની સાથે એક ફિલ્મ કરી રહી છે. આ બંને બોલીવૂડમાં રાજ એન્ડ ડીકેના નામથી જાણીતા છે. તેની પાસેની સ્ક્રિપ્ટ શાહરૂખને ખુબ પસંદ પડી ગઇ છે. આ ફિલ્મ ખુબ ભવ્ય હશે. ફિલ્મનું નામ, કહાની અને હિરોઇન પણ ફાઇનલ થઇ ગયા છે. હવે સત્તાવાર જાહેરાત થાય એટલી જ વાર છે. આ ફિલ્મ આવતા વર્ષે ફલોર પર જશે અને એ પછીના વર્ષે રિલીઝ થઇ જશે.

(10:07 am IST)