Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પ્રિયંકાના વેડિંગ ડ્રેસમાં લખાયા હતા આઠ જેટલા સિક્રેટ શબ્દો : ૐ નમઃ શિવાય ,પ્રીયા-નીકના માતા પિતાના નામનો ઉલ્લેખ

હાઇટ ડ્રેસમાં અનેક ઉર્દુ શબ્દ: 75 ફૂટ લાંબા ગાઉનની ટેલ સાથે પ્રિયંકાની એન્ટ્રીએ સૌકોઇનું ધ્યાન ખેંચ્યું

મુંબઈ :પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. જોધપૂર સ્થિત ઉમ્મેદ ભવન પેલેસમાં બંનેના ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. ઇંગ્લિશ ન્યૂઝ વેહસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાના ક્રિશ્ચિયન ડ્રેસમાં કેટલાક રોચક શબ્દો લખેલા હતા. જેમાં ઓમ નમઃ સિવાય, તથા પ્રિયંકા અને નિકના માતા-પિતાનું નામ લખેલું હતું.

    ક્રિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકા જ્યારે વ્હાઇટ ફેયરીટેલ ડ્રેસમાં માતા મધુ ચોપડા સાથે સામે આવી તો બધાની નજર તેના પર જ ચોંટી ગઇ હતી. તેના ડ્રેસ અને જ્વેલરીની ખાસ ચર્ચા થઇ હતી આ ડ્રેસમાં પ્રિયંકાએ તેની રોયલ ફ્રેન્ડ મેઘનની કોપી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

   પ્રિયંકાના વેડિંગ ડ્રેસમાં 8 સિક્રેટ શબ્દ લખ્યા હતા. આ સિવાય નિક જોનાસે પ્રિયંકા ચોપડાના ડ્રેસમાં એક ખાસ શબ્દ ઉમેર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપડાની ડ્રેસ ડિઝાઇનર Ralph Laurenએ ઇન્ટાગ્રામ પર એક પોસ્ટમાં કર્યો છે.

    Ralph Laurenની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રિયંકાના વ્હાઇટ ડ્રેસમાં અનેક ઉર્દુ શબ્દ લખવામાં આવ્યા છે. જેમાં માઇ લવ(મારી જીંદગી) શબ્દ નિકે ખાસ ઉમેર્યો હતો.

આ સિવાય પ્રિયંકાના ડ્રેસની લાંબી ટેલે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 75 ફૂટ લાંબા ગાઉનની ટેલ સાથે પ્રિયંકાએ વેન્યુમાં એન્ટ્રી લીધી તો સૌકોઇની નજર તેના પર ચોંટી ગઇ હતી. આ વેલને બનાવવામાં ડિઝાઇનરને 1826 કલાકનો સમય લાગ્યો હતો.

   પ્રિયંકાના વ્હાઇટ ડ્રેસમાં 8 સિક્રેટ શબ્દો ડિઝાઇનરે લખ્યા હતા. આ 8 શબ્દોમાં કહેવતો અને પરિવાર, આશા અને દયા જેવા કેટલાક મહત્વના શબ્દોનો ઉપયોગ કરાયો હતો. આ તમામ શબ્દો પ્રિયંકાએ જ પસંદ કર્યા હતા.

હિન્દુ વિધિના લગ્નમાં પ્રિયંકાએ સબ્યસાચીનું રેડ કલરનો લહેંગ પહેર્યો હતો. હેલ્લો મેગેઝિન સાથે વાતચિતમાં પ્રિયંકાએ જણાવ્યું કે આ વિધિમાં હું લાલ કરનો જ ડ્રેસ પહેરવા ઇચ્છતી હતી.

   રાજસ્થાનમાં લગ્ન વિધિમાં પ્રિયંકા અને નિકના પરિવારના જ લોકો સામેલ થયા હતા, જો કે ત્યારબાદ પ્રિયંકાએ 4 ડિસેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી, જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા. આ સિવાય હવે મુંબઇમાં મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે તેની તારીખ જાહેર કરાઇ નથી.

(12:03 am IST)