Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઝુંડ માટે નાગપુર ઊપડયા બિગ બી

અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ 'ઝુંડ' માટે નાગપુર પહોંચી ગયા છે. મરાઠી ફિલ્મ 'સૈરાટ' ના ડિરેકટર નાગરાજ મંજુલે આ ફિલ્મ બનાવી રહયા છે. આ ફિલ્મ સ્લમ સોકર્સના ફાઉન્ડર વિજય બારસેના જીવન પરથી બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેમનું પાત્ર ભજવશે જે ગરીબ બાળકોને ભેગાં કરીને એક ફુટબોલ ટીમ બનાવે છે. આ ફિલ્મના શૂટિંગ માટે બિગ બી નાગપુર ગયા છે. સોમવારે રાતે તેમણે ટ્વિટર પર પ્લેનમાં બેસતો ફોટો શેર કરી ટ્વીટ કર્યુ હતું કે 'મારી 'ઝુંડ' માટે નાગપુર જઇ રહ્યો છું. મરાઠી બ્લોક-બસ્ટર 'સૈરાટ' ના ડિરેકટર નાગરાજનો આ નવો પ્રોજેકટ છેે. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ છેે. નાગરાજ અને 'સૈરાટ'ને નાગપુરનું સેન્ટર માનવામાં આવે છે. જિયોગ્રાફીની દ્રષ્ટિએ પણ નાગપુર ભારતના સેન્ટરમાં આવે છે. આ બંન્ને સેન્ટર અમારી ફિલ્મ માટે સારૂ નસીબ લઇને આવે તો સારૃં.'

(4:13 pm IST)