Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

આયુષ્માનની ફિલ્મ 'ડ્રિમગર્લ'નું શૂટિંગ શરુ :ફસ્ટ લુક રિલીઝ કરાયુ

મુંબઈ :આયુષ્માને તેની ફિલ્મ 'ડ્રિમગર્લ'નું શૂટિંગ શરુ કરી દીધુ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આયુષ્યમાને લખ્યું હતુ કે, 'આનાથી વધારે મજાનું શું હોઈ શકે છે? આ હવે પછીની ફિલ્મમાં મારા લુકનો પહેલો ફોટો છે.

  એકતા કપૂરના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં આયુષ્માન સામે નુસરત ભરૂચા હશે. તેનું દિગ્દર્શન રાજ શાંડિલ્ય કરી રહ્યો છે. ફર્સ્ટ લુક જોઈને એવું લાગે છે કે આયુષ્માનની આ ફિલ્મ કોમેડી હશે. ફિલ્મમાં છોકરીનું પાત્ર પણ ભજવશે

(12:44 pm IST)