Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ફિલ્મ 'એબીસીડી 3'માં વરુણ ધવન અને કેટરીના કૈફ સાથે ચમકશે ; રેમો અન્ય અભિનેત્રીની પણ શોધમાં

મુંબઈ :રેમો ડિસૂઝાની આવનારી અનટાઇટલ્ડ ડાન્સિંગ ફિલ્મ 'એબીસીડી 3'માં વરુણ ધવન અને કેટરીના કૈફ પહેલીવાર સાથે કામ કરશે. ચર્ચા હતી કે, આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં ફ્લોર પર આવી જશે  

  દરમિયાન  હવે સાંભળવા મળ્યું છે કે, 'આ ફિલ્મની કાસ્ટ ઘણા સમય પહેલા ફાઇનલ થઇ ગઈ હતી. રેમો છેલ્લા કેટલાંક સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો છે. હવે, રેમો ફિલ્મ માટે અન્ય એક એક્ટ્રેસની શોધમાં છે.

 વરુણ અત્યારે ફિલ્મ 'કલંક'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને કેટરીનાએ તાજેતરમાં જ 'ભારત'નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે આ ફિલ્મ ક્યારે સોનેરી પડદે ચમકશે તેની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(12:41 pm IST)