Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

'રંગબાઝ'માં ફરી તિગ્માંશુ ધુલિયા ચમકશે :પોલિટિશિયન રામ શંકર તિવારીનો ભજવશે રોલ

મુંબઈ :અભિનેતા તિગ્માંશુ ધુલિયા અપકમિંગ શૉ 'રંગબાઝ'માં પોલિટિશિયન રામ શંકર તિવારીનો રોલ ભજવશે. શૉ માં તિગ્માંશુ સિવાય સાકિબ સલીમ, રણવીર શૌરી , આહાના કુમાર અને રવિ કિશન પણ હશે.

  શૉ ની વાર્તા 90 ના દશકમાં યુપીના બેકગ્રાઉન્ડ ઉપર આધારિત છે. તિગ્માંશુએ જણાવ્યું હતુ કે , 'રંગબાજ 'ની ટીમનું કામ ખૂબ જ કમાલ નું છે. હું આ ટીમ નો ભાગ બનીને ખૂબ જ ઉત્સાહિત છું. મને એમાં રામશંકર તિવારીના પાવરફુલ કેરેક્ટરે ખૂબ જ આકર્ષિત કર્યો છે.' આ શૉ ની વાર્તા એક એવા વ્યક્તિ ની આસપાસ વણાયેલી છે જે ક્રાઇમમાં પણ જોડાયેલ છે.

(12:37 pm IST)