Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મોંઘા કપડા પહેરવાની કંઇ જરૂર નથીઃ સારા

સારા અલી ખાન ભલે છોટે નવાબ ગણાતા સૈફ અલી ખાનની દિકરી હોય પરંતુ તે તે પોતાની જાતને નવાબ સમજતી નથી. સારાએ કહ્યું હતું કે લોકો એવું સમજતા હશે કે હું સ્ટારની દિકરી છું તો ખુબ મોંઘા કપડા પહેરતી હોઇશ, પરંતુ એવું બીલકુલ નથી.  હું હવે અભિનેત્રી બનતાં જરૂરિયાત મુજબ થોડા મોંઘા કપડા પહેરતી થઇ છું. બાકી અત્યાર સુધી મેં મારા કપડા પાછળ એક હજારથી વધુ રૂપિયા ખર્ચ્યા નથી. હું મારા મોટા ભાગના કપડાનું શોપીંગ દિલ્હીની શંકર માર્કેટથી કરુ છું. છેલ્લે હૈદરાબાદમાં મોમ સાથે મળી મીના બાઝારમાંથી પણ ખરીદી કરી હતી. મને એ સમજાતું નથી કે કપડા પાછળ લોકો શા માટે અધધધ પૈસા ખર્ચ કરે છે? લોકો મને સોશિયલ મિડીયા પર કહે છે કે હું કપડા રિપીટ કરુ છું. તો એમાં શું વાંધો છે? મને લોકો ફકીર જેવી સમજે અને કહે તો પણ વાંધો નથી. માએ મને હમેંશા જરૂરિયાતમંદોની મદદ કરવા કહ્યું હછે. અને હું તેમ કરુ છું. આ શુક્રવારથી સારાની ફિલ્મ કેદારનાથ આવી રહી છે.

 

(10:09 am IST)