Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રંગ દે બસંતી ફેઇમ અભિષેક આજે બની ગયો છે ખુબ વ્યસ્ત

બોલીવૂડની ફિલ્મ રંગ દે બસંતીમાં  માત્ર થોડી સેકંડના રોલથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર અભિષેક બેનર્જી આજે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેણે ભૂતકાળમાં ઘણા રસપ્રદ અને હિટ પ્રોજેકટ્સમાં તેણે કામ કર્યું છે.  જેમાં સ્ત્રી, ડ્રીમ ગર્લ, સિરિયલ નાગિન, વેબસિરિઝ ઇનસાઇડ એજ અને મિર્ઝાપુર સામેલ છે. તે ફરી એકવાર આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ 'બાલા'માં  મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. વિશેષ વાત એ છે કે અભિનેતા બનવા માટે મુંબઈ આવેલા અભિષેકે ફિલ્મો માટે થતી ઓડિશન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોતાની ઓડિશન કંપની ખોલી અને આજે તેણે ૫૦થી વધુ ફિલ્મો કાસ્ટ પણ કરી છે.

(10:05 am IST)