Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગાયિકા કિંજલ દવે 'દાદા હો દિકરી' થી ગુજરાતી ફિલ્મમાં કરશે પર્દાપણ : 9 નવેમ્બરે થશે રિલીઝ

અમદાવાદ : જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવે દાદા હો દિકરી નામની ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં પર્દાપણ કરશે  મહિલા શક્તિકરણનો સંદેશ આપતી આ ફિલ્મમાં કિંજલ દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મમાં કોઈ નાયક નથી. ફિલ્મનું દિગ્દર્શન અઝીઝ ખાને કર્યું છે. જાણીતા ગાયક અને અભિનેત્રી સોનમ પરમાર આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ અને ગાધીનગરમાં થયેલું છે. આ એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મમાં એક સામાજિક સંદેશો પણ છે. આ ફિલ્મમાં મનુ રબારી પણ જોવા મળશે. 

   ઘણા બધા ગીતો આપ્યા બાદ કિંજલ દવે ગુજરાતી ફિલ્મમાં પર્દાપણ કરી રહી છે આ ફિલ્મ અંગે વાત કરતા કિંજલ દવેએ જણાવ્યું કે,આ એક મહિલા કેન્દ્રીત ફિલ્મ છે. ફિલ્મ દ્વારા મહિલાઓને એક મજબૂત સંદેશો પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે-સાથે ફિલ્મના તમામ ગીતોમાં કિંજલ દવેએ સ્વર આપ્યો છે

(11:30 pm IST)