Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ફૂટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં નજરે પડશે અજય દેવગણ

મુંબઇ:  બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બધાઇ હોના ડાયરેક્ટર અમિત શર્માના ઉત્સાહમાં જબરો વધારો થયો હતો અને હવે પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા હોવાની માહિતી મળી હતીલેજંડરી ફૂટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો ફિલ્મનું ડાયરેક્શન અમિત શર્મા કરવાના છે. ફિલ્મ અજય દેવગણના બેનર તળે બની રહી છે અને એમાં ખુદ અજય મુખ્ય રોલ કરવાનો છે.   'મારી ઇચ્છા એક સ્પોર્ટલક્ષી ફિલ્મ કરવાની હતી. ફૂટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ કરવાની મને તક મળી એટલે મારું સપનું સાકાર થતું હોય એવું મને લાગ્યું. સૈયદ ભારતીય ફૂટબૉલના સ્થાપક પિતા જેવા ખેલાડી કમ કોચ હતા. અમે એમના જીવન અને કારકિર્દી વિશે ઘણું સંશોધન કરાવ્યું હતું અને ત્યારબાદ સ્ક્રીપ્ટ તૈયાર કરાવી હતી' એમ અમિત શર્માએ કહ્યું હતું.છેલ્લા થોડા સમયથી બોલિવૂડમાં સ્પોર્ટલક્ષી ફિલ્મો વધુ બનવા લાગી છે. એમાંય બાયો ફિલ્મોની હારમાળા સર્જાઇ છે જે ચક દે ઇન્ડિયાથી શરૃ થઇને ગોલ્ડ સુધી પહોંચી હતી. વચ્ચેના સમયગાળામાં મેરી કોમ અને ભાગ મિલ્ખા ભાગ જેવી  ફિલ્મો બની હતી અન હિટ નીવડી હતી.હાલ અશ્વિની તિવારી આયર મહિલા કબડ્ડી વિશે ફિલ્મ બનાવી રહી છે જેમાં કંગના રનૌત અને રિચા ચડ્ડા મુખ્ય ભૂમિકાઓ ભજવી રહી છે.

(5:19 pm IST)