Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

લગ્ન તૈયારી : દીપિકાએ કેટલાની જ્વેલરી ખરીદી? મંગળસૂત્ર કેટલાનું છે?

મુંબઈ – બોલીવૂડનું સ્ટાર યુગલ – રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ટૂંક સમયમાં જ પરણી જવાનાં છે. બંને દ્વારા લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. દેખીતી રીતે જ બોલીવૂડમાં આ સૌથી મોટો લગ્નપ્રસંગ હશે. બંનેનો લગ્નપ્રસંગ ૧૪-૧૫ નવેમ્બરે નિર્ધારિત થયો છે. દીપિકાએ બેંગલુરુમાં લગ્ન-પૂર્વેની એક પૂજામાં ભાગ લીધો હતો. એમાં તે થનારી નવોઢાનાં પરિધાનમાં સજ્જ થઈ હતી.દીપિકાએ હવે એનું બ્રાઈડલ શોપિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ એ મુંબઈમાં એક અગ્રગણ્ય જવેલરી શોરૂમમાં ગઈ હતી. ખાસ દીપિકાને સુવિધા બની રહે એ માટે તે શોરૂમ એ દિવસે રોજ કરતાં અડધો કલાક વહેલો બંધ કરી દેવામાં આવ્યો હતો.  ચર્ચા એ થઈ રહી છે કે દીપિકાએ લગ્ન માટે કેટલા રૂપિયાની જવેલરી ખરીદી છે?કહેવાય છે કે એણે એ સ્ટોરમાંથી આશરે રૂ. એક કરોડની કિંમતની જવેલરી ખરીદી છે જેમાં એનાં અત્યંત સ્પેશિયલ મંગળસૂત્રનો પણ સમાવેશ થાય છે જેની કિંમત આશરે રૂ. ૨૦ લાખ છે. સુપરસ્ટાર અભિનેત્રીનું મંગળસૂત્ર પણ સુપર-પ્રાઈસવાળું જ હોય ને.

(12:41 pm IST)