Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

એથલીટ્સને કવર કરવા કેમેરામેને એવી ઝડપી દોડ લગાવી કે ફર્સ્ટ પ્રાઈઝ વિનર બન્યો : અમિતાભ બચ્ચને શેર કર્યો વિડિઓ

બિગ બી એ અશોક મિસ્ત્રીના નામથી શેર કરેલા આ વીડિયો ખુબ વાયરલ

મુંબઈ : બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ટ્વીટર પર ખાસ એક્ટિવ રહે છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી એર વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા શેર કરવામાં આવેલા  આ વીડિયોમાં જોઈ શકાય છે કે એથલીટ દોડી રહ્યો છે. ત્યાંરે જ તેને કવર કરી રહેલો કેમરામેન તેના કરતા પણ ઝડપથી દોડતો એડિંગ પોઈન્ટ પર પહોંચી જાય છે. કેમરામેન એટલુ ઝડપથી દોડે છે કે તેને ખબર જ નથી રહેતી કે તે રેસનો અસલી વિનર બની ગયો છે. અમિતાભ બચ્ચન દ્વારા વાયરલ કરવામાં આવી રહેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‏

અમિતાભ બચ્ચને અશોક મિસ્ત્રીના નામથી શેર કરેલા આ વીડિયો પર રિએક્શન પણ આપ્યું છે. આ વીડિયોને શેર કરીને પુછવામાં આવ્યું હતું, 'બતાવો પહેલું ઈનામ કોને મળવુ જોઈએ ખેલાડીને કે કેમરામેન ને…' અમિતાભ બચ્ચને ફરી વીડિયો શેર કરતા લખ્યુ કેમરામેન ને. આ વીડિયો પર યૂઝર્સની ખૂબ પ્રતિક્રિયા આવી રહી છે.

(8:59 pm IST)