Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

'બિગ બોસ-12' વિજેતા બનેલ દીપિકા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ:  બિગ બોસ 12 ની વિજેતા ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર હાલમાં ટીવી સીરિયલ 'કહા હમ કહં તુમ'માં જોવા મળી છે જેમાં તે સોનાક્ષીની ભૂમિકા નિભાવી રહી છે. ભૂતકાળમાં પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, તેના અભિનેતા પતિ જલ્દીથી તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોને શો ખુબ પસંદ છે પરંતુ દરમિયાન અભિનેત્રીના સ્વાસ્થ્યને લગતા એક સમાચાર બહાર આવ્યા છે.સિરિયલ 'સસુરલ સિમર કા' માં અભિનય કરી ચૂકેલા તેના પતિ શોએબે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર દીપિકા સાથેની તેની એક તસવીર શેર કરી હતી. તે ઘણી નબળી પડી ગઈ છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દીપિકાની બીમારી અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ અહેવાલ છે કે તે સિરિયલના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત હોવાને કારણે તે બીમાર હતી.

(5:02 pm IST)