Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કૃષ્ણ રાજ કપૂરની પ્રાર્થના સભામાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ:રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજના અંતિમ સંસ્કારબાદ આયોજીત કરવામાં આવેલી પ્રાર્થના સભામાં કરીના કપૂર ખાન તેમના પતિ સૈફ અલી ખાન, બહેન કરિશ્મા કપૂર સાથે પહોંચી હતી. દિવંગત કૃષ્ણા કરીના અને કરિશ્માના દાદી હતા. કેટલાયે સમયથી તેમને શ્વાસની તકલીફ હતી. તે કપૂર પરિવારના સૌથી સિનિયર પર્સન હતા. કૃષ્ણા રાજ કપૂના 5 સંતાનો છે. રાજકપૂર સાથે તેમના 1946માં લગ્ન થયા હતા. રણધીર, ઋષી, રાજીવ, રીમા અને રીતુના તેઓ માતા હતા. એક ઓક્ટોબરે 4 વાગ્યે સવારે તેમનું નિધન થયુ. કરીના, રણવીર, રિદ્ધીમા કપૂર દિવંગત દાદી કૃષ્ણા રાજની પ્રાર્થના સભામાં મુંબઈની સહારા સ્ટાર હોટલમાં પહોંચ્યા હતા. કરીના કપૂર સેફની સાથે હોટલ પહોંચી ત્યારે તેના ચહેરા પર વિષાદની લાગણી હતી. સેફની સાથે કરીશ્મા પણ હતી. અમિતાભ બચ્ચનની પૂત્રી શ્વેતા બચ્ચન નંદા પણ કૃષ્ણારાજની પ્રાર્થના સભામાં પહોંચ્યા. રણધીર કપૂર તેની પત્ની બબીતા સાથે પ્રાર્થના સભામાં પહોંચ્યા.રીમા જૈન પણ ઉપસ્થિત રહ્યા. રાજીવ કપૂર તેની મા માટે પ્રાર્થના કરવા પહોંચ્યા. શશિ કપૂરના પુત્ર કૃણાલ કપૂર પ્રાર્થના સભામાં પહોંચ્યા. આશા ભોંસલે પ્રાર્થના સભામાં પહોંચ્યા.સુપર સ્ટાર અમિતાભ બચ્ચન પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા. 1988માં રાજ કપૂરના નિધન બાદ દિવંગત કૃષ્ણા રાજે પોતાના પરિવારને એક કરી રાખ્યો. જેકી શ્રોફ, રાની મુખર્જી, અનિલ કપૂર, રાકેશ રોશન, અક્ષય ખન્ના મધુર ભંડારકર, સોહેલ ખાન, મહેશ ભટ્ટ, આદિત્ય રોય કપૂર, ડેવીડ ધવન, મધુર ભંડારકર, અબ્બાસ મસ્તાન, માધુરી દિક્ષિત પ્રાર્થના સભામાં હાજર રહ્યા.

(4:42 pm IST)