Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બોલીવૂડમાં તમારું સ્થાન સતત સ્થિર હોતું નથીઃ રાધિકા

બોલીવૂડમાં એક દસકથી લાંબી કારકિર્દી રાધિકા આપ્ટેની છે. તેણે ખાસ ભૂમિકાઓમાં    જોરદાર અભિનય કરી અલગ જ સ્થાન હાંસલ કર્યુ છે. રાધિકા કહે છે ફિલ્મોમાં હમેંશા દિલચશ્પ રોલ મેળવવા અને કોઇપણ ચોક્કસ સ્થાન પર સ્થિર રહી શકવું અસંભવ છે. અહિ અસ્તિત્વનો મુદ્દો ઉભો હોય છે. એક સ્વતંત્ર ઉદ્યોગમાં સતત ડર હોય છે કે તમે કદાચ અચાનક નીચે ન આવી જાવ.  જેમ કે આપ કોઇ ફ્રિલાન્સર હોય તો સતત બીજી નોકરીની શોધમાં રહેતા હોવ છો. તેવી જ સ્થિતિ અહિ બોલીવૂડમાં પણ હોય છે. હું સતત સંઘર્ષ કરતી હોઉ છું કે હવે એક કામ પછી બીજુ કયુ કામ કરીશ? અહિ એક સમય એવો હોય છે કે તમારી પાસે અઢળક સ્ક્રિપ્ટ હોય છે, પણ પછી એવો સમય પણ આવે કે કંઇ કામ ન હોય. હું અહિ સતત સ્થાપિત થઇ રહેવા ઇચ્છુ છું. મને આશા છે કે સતત ફિલ્મો મળતી રહેશે.

(9:31 am IST)