Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આવતા મહિને શરૂ થશે તારાની ત્રીજી ફિલ્મનું શુટીંગ

તારા સુતારીયાએ એક જ ફિલ્મ રિલીઝ થવાની સાથે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે અને અસંખ્ય ચાહકો ઉભા કરી લીધા છે. તેના ચાહકોનું લિસ્ટ સતત વધી રહ્યું છે. હવે તેલુગુ હિટફિલ્મ 'આરએકસ-૧૦૦'ની હિન્દી રિમેક કરી રહી છે. આ ફિલ્મનું આવતા મહિને મસુરીમાં શુટીંગ શરૂ થઇ રહ્યું છે. તારાએ તાજેતરમાં કહ્યું હતું કે આ ફિલ્મના શુટીંગ માટે હું ખુબ જ ઉત્સાહીત છું. ઓકટોબરમાં મસુરીમાં અમે શુટીંગ શરૂ કરીશું. આ હિન્દી રિમેકનું નિર્દેશન મિલન લુથરીયાને સોંપાયું છે. સાજીદ નડિયાદવાલા તેના નિર્માતા છે. આ ફિલ્મથી સુનિલ શેટ્ટીનો દિકરો અહાન શેટ્ટી બોલીવૂડમાં જબરદસ્ત એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મનું નામ 'તડપ' રાખવામાં આવે તેવી શકયતા છે. તારાની આ ત્રીજી ફિલ્મ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર પછી તેની ફિલ્મ 'મરજાંવા' રિલીઝ થવાની તૈયારીમાં છે. તારાએ ૨૦૧૦થી ૧૩ સુધી પાંચ જેટલા ટીવી શોમાં ટૂંકા રોલ કર્યા હતાં. મરજાંવામાં તેની સાથે રિતેશ દેશમુખ અને સિધ્ધાર્થ તથા રકુલપ્રિત સિંહ છે.

(10:01 am IST)