Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

૨૩મા બુસન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે ફિલ્મ ભોંસલેનો પ્રીમિયર શો

મુંબઈ:વિશિષ્ટ અભિનય દ્વારા પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ભોંસલેનો પ્રીમિયર ૨૩મા બુસન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે એવી જાણકારી મળી હતી.ચાલુ વર્ષની ચોથીથી ૧૩મી ઓક્ટોબર સુધી યોજાનારા ફેસ્ટિવલમાં વિન્ડો ઓન એશિયન સિનેમા સેક્શનમાં રજૂ થનારી ભોંસલે ફિલ્મને કીમ જિસૌક એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું છે. જ્યુરીએ પસંદ કરેલી બે ફિલ્મોને ફાઇનલ સેરિમનીમાં અપાનારા એવોર્ડમાં ૧૦ હજાર અમેરિકી ડૉલર્સનો સમાવેશ થાય છે.દેવાશિષ મખીજાએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફાઇનલ સેરિમની ૧૩મી એાક્ટોબરે થવાની છે. દેવાશિષે કહ્યું કે ફેસ્ટિવલમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજવાનું અમને મળેલું આમંત્રણ અમારા માટે ગૌરવદાયી વાત છે. એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે અને એમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજાય એટલે એને વૈશ્વિક (ગ્લોબલ) ઓડિયન્સ મળશે.મનેાજ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરવા ઉપરાંત ફિલ્મનો સહનિર્માતા છે. એણે કહ્યું કે બોલિવૂડમાં મને પચીસ વર્ષ થયાં સમયે ફિલ્મને બુસન ફિલ્મ્સ ફેસ્ટિવલનું નિમંત્રણ મળ્યું એથી હું ખૂબ ખુશ છું.

 

(4:52 pm IST)