Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અક્ષયકુમારની 'બેલ બોટમ'માં પ્રધાનમંત્રી બનેલી અભિનેત્રીને ઓળખી ?

ટ્રેલરની ખુબ ચર્ચા થઈ રહી છે : ટ્રેલરમાં ૨૧૦ મુસાફરોને હાઈજેકર્સથી બચાવવાની આખી કહાની દર્શાવવામાં આવી છે : આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે

નવી દિલ્હી,તા.૫:બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક બેલ બોટમ  જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ મંગળવારે રિલીઝ થઈ ગયું. અક્ષયકુમાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રીઓ પણ જોરદાર ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્ત્।ાના દમદાર રોલ છે. સામે આવેલા ટ્રેલરની ખુબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં ૨૧૦ મુસાફરોને હાઈજેકર્સથી બચાવવાની આખી કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય દ્યટના પર આધારિત છે.

અક્ષયકુમાર ફિલ્મ બેલ બોટમમાં અંડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળે છે. જેનું કોડ નેમ 'બેલ બોટમ' છે. તેના માથે ૨૧૦ મુસાફરોને બચાવવાની જવાબદારી ભારત સરકાર ફિલ્મમાં સોંપશે. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યોમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીના હાલ ચારે બાજુ ચર્ચા છે. ફિલ્મમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી કોઈ ૫૫-૬૦ વર્ષની અભિનેત્રી નથી પરંતુ એક યંગ અને ખુબસુરત અભિનેત્રી છે. આ ભૂમિકા ફિલ્મમાં લારા દત્ત્।ાએ ભજવી છે.

લારા દત્ત્।ાને આ પાત્રમાં ઓળખવી મુશ્કેલ પડે છે. લારા દત્ત્।ાનું આ પાત્ર ઈન્દિરા ગાંધીથી ઈન્સ્પાયર્ડ છે. જે અદ્દલ તેમના જેવી જ લાગે છે. વાળ અને સાડી પહેરવાની સ્ટાઈલ ઈન્દિરા ગાંધી જેવી જ છે. જેને પૂરેપૂરી રીતે કોપી કરવાનો લારા દત્ત્।ાએ પ્રયત્ન કર્યો છે. લારાએ આ ભૂમિકા કરવા માટે પ્રોસ્થેટિકસ મેકઅપનો સહારો લીધો છે. લોકો લારા દત્ત્।ાના મેક અપ આર્ટિસ્ટના પણ ખુબ વખાણ કરી રહ્યા છે. લારાનું આ સ્વરૂપ જોઈને ફેન્સ ખુબ ચોંકી ગયા છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે ફિલ્મને ૩દૃક અને નોર્મલ પ્રિન્ટ સાથે ૧૯ ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ લેવલ પર રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે બેલ બોટમનું ટ્રેલર પોતે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું હતું. અક્ષય અને તેની આખી ટીમ ફિલ્મની રિલીઝને લઈને ખુબ ઉત્સાહિત છે. પૂજા એન્ટરટેઈન્મેન્ટના અધિકૃત યૂટ્યુબ ચેનલ ઉપર પણ તે શેર કરાયું છે. 

(10:29 am IST)