Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વ્યસ્તતા વચ્ચે રૂદ્રમાં સામેલ થઇ રાશી

દિલ્હીમાં જન્મેલી અભિનેત્રી રાશી ખન્નાએ બોલીવૂડમાં ૨૦૧૩માં મદ્રાસ કાફે ફિલ્મથી શરૂઆત કરી હતી. તે હવે સાઉથની ફિલ્મોનું મોટુ નામ બની ગઇ છે. હવે પછી ચાહકો તેને અજય દેવગણની ડિજીટલ ડેબ્યુ સિરીઝ 'રૂદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ'માં જોઇ શકશે. રાશી આ શોને કારણે થોડી ચિંતીત હતી. તે કહે છે શોમાં અજય દેવગણ ઉપરાંત બીજા અનેક કલાકારો આ શોમાં સામેલ છે. શોનું નિર્દેશન રાજેશ માપુસકર કરી રહ્યા છે. રાશિ હાલમાં એટલી વ્યસ્ત છે કે તે સાઉથની ચાર ફિલ્મો અને શાહિદ કપૂર સાથેની રાજ અને ડીકેની એક વેબ-સિરીઝમાં પણ કામ કરી રહી છે. અજય દેવગન સાથે કામ કરવા વિશે રાશિએ કહ્યું હતું કે આ શોનું શૂટિંગ કરવા માટે હું ઉત્સાહી હોવાની સાથે નર્વસ પણ હતી. અતુલ કુલકર્ણીની પણ એન્ટ્રી આ શોમાં થઇ ચુકી છે. અજય, અતુલ, ઇશા દેઓલ સાથે કામ કરવા પણ આતુર છું.

(10:27 am IST)