Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મધુરિમા રોયને મળ્યો બાર ડાન્સરનો રોલ

અભિનેત્રી મધુરિમા રોય લિટલ થિંગ્સ-૩, ઇનસાઇડ એજ-૨, ફોર મોર શોટ્સ પ્લીઝ અને કોડ એમ સહિતની વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. હવે તે આગામી વેબ સિરીઝ 'મુંભાઇ'માં ખાસ રોલમાં જોવા મળવાની છે. બાર ડાન્સરનો રોલ તેને આ સિરીઝમાં મળ્યો છે. મધુરિમા કહે છે મને  અત્યાર સુધીમાં અલગ-અલગ પાત્રો ભજવવાની તક મળી છે. ફરી એક વાર એવી તક મળી છે જે ખુબ મહત્વની છે. બાર ડાન્સરનું પાત્ર કહાનીના સંદર્ભમાં ખુબ જ મહત્વનું છે. મારી અત્યાર સુધીની નિભાવેલી તમામ ભુમિકાઓથી આ ભુમિકા તદ્દન અલગ અને પડકારરૂપ છે. મધુરિમાએ આ સિરીઝ વિશે વધુમાં કહ્યું હતું કે મુંભાઇ એક ક્રાઇમ સ્ટોરી છે. મુંબઇના અન્ડરવર્લ્ડની વાતો ઉંડાણ પુર્વક દેખાડવામાં આવશે. એક પોલીસ અધિકારીઅ અને અન્ડવર્લ્ડ ડોન વચ્ચેની વફાદારીની વાત પણ જોવા મળશે. અત્યાર સુધીના દ્રશ્યોનું રોમાંચક રીતે શુટીંગ થયું છે. દર્શકો આ સિરીઝને ખુબ પસંદ કરશે તેવી આશા છે.

(9:45 am IST)