Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વધુ એક એકશન ફિલ્મ કરશે રિતીક

રિતીક રોશને ગયા વર્ષે સુપર ૩૦ અને વોર જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. આ બે ફિલ્મોએ ખુબ કમાણી કરી હતી. રિતીક રોશન હવે કૃષ-૪ની તૈયારીમાં પણ છે. આ સિવાયના બીજા પ્રોજેકટ પણ તેના હાથમાં છે. અગાઉ રિતીકે સિધ્ધાર્થ આનંદની ફિલ્મ વોર અને એ પહેલા બેંગ બેંગ કરી હતી. હવે તે ફરીથી તેની સાથે એક એકશન ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ પણ વોરની જેમ જ એકશન થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મનું શુટીંગ મોટા સ્તર પર થશે. ક્રિશ-૪નું શુટીંગ કોરોના મહામારી ખત્મ થયા પછી જ શરૂ થશે. એ પહેલા કદાચ સિધ્ધાર્થ સાથેની ફિલ્મનું કામ રિતીક શરૂ કરી શકે છે. જો બધુ બરાબર ચાલશે તો વધુ એક વખત સ્ટાઇલિશ એકશન જોવા મળશે. ચર્ચા છે કે સિધ્ધાર્થ આનંદે પોતાની એક ફિલ્મ માટે શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણને પણ સાઇન કર્યા છે. આ ફિલ્મનું કામ પહેલા શરૂ થશે. ત્યારબાદ તે રિતીકને લઇને શુટીંગ શરૂ કરશે.સિધ્ધાર્થ પહેલા રિતીકની ફિલ્મ હાથ પર લેવાના હતાં. પરંતુ રાજકુમાર હિરાનીની ફિલ્મ આગળ વધી જતાં અને શાહરૂખની તારીખો મળી જતાં પહેલા તેનું કામ શરૂ થશે.

(9:44 am IST)