Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કદી નથી જોયું એ હશે 'વોર'માં

નિર્દેશક સિધ્ધાર્થ આનંદની ફિલ્મ 'વોર'માં બોલીવૂડના બે માચોમેન રિતિક રોશન અને ટાઇગર શ્રોફ એક સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના ટીઝરે સોૈને ચોંકાવી દીધા છે. ફિલ્મમાં જોરદાર એકશન જોવા મળવાની છે એ નક્કી છે. સિધ્ધાર્થએ કહ્યું હતું કે અમે આ ફિલ્મમાં એકશનના એ સ્તરને સ્પર્શ કરીશું જેને ભારતીય દર્શકોએ આજ સુધી જોયું નથી. આ ફિલ્મમાં ટાઇગર દુનિયાની સોૈથી શકિતશાળી મશીનગન ગૈટલિંગ ચલાવતો દેખાશે. એક ખાસ સીન માટે અમે દુનિયાની આ સોૈથી શકિતશાળી મશીનગન મંગાવી હતી. ટાઇગર ઉપર આ દ્રશ્ય ફિલ્માવાયું છે. ગૈટલિંગ રેૈપિડ ફાયર સ્પ્રિંગ લોડેડ છે અને હાથથી ચલાવાતા હથીયારમાં સોૈથી સારી છે. આ આધુનિક ગન રોટરી તોપનું નવું રૂપ છે. સિધ્ધાર્થની દ્રષ્ટીએ ટાઇગર અસાધારણ હીરો છે. તે કહે છે લોકોને અમે એ દેખાડશું જે તેમણે કદી જોયુ નથી. વોર બીજી ઓકટોબરે આવશે. હિન્દી ઉપરાંત તમિલ-તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.

 

(9:41 am IST)