Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જેનિફર વિંગેટના ચાહકો વધ્‍યા

ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી જેનિફર વિંગેટ સોશિયલ મિડીયા પર પોતાની બોલ્‍ડ અદાઓથી વારંવાર તહેલકો મચાવતી રહે છે. ઇંસ્‍ટાગ્રામ પર તેના અધધધ તેર મિલીયન ફોલોઅર્સ થઇ ગયા છે. આ કારણે તે અત્‍યંત ખુશ છે. આ ખુશીને તેણે અલગ અંદાજમાં વ્‍યક્‍ત કરી હતી. દરિયા કિનારે બિકીનીમાં જેનિફર બોલ્‍ડ અંદાજમા પોઝ આપ્‍યા હતાં. સોશિયલ મિડીયા પર તેની આ તસ્‍વીરો ધડાધડ વાયરલ થઇ હતી. જેનિફરના પીઠ પરનું ટેટૂ પણ તસ્‍વીરમાં જોવા મળે છે. અન્‍ય એક તસ્‍વીરમાં તે રેતીમાં સુતેલી જોવા મળે છે.  આ તસ્‍વીર સાથે તેણે ઇંસ્‍ટાગ્રામના પોતાના ચાહકોની સંખ્‍યા ૧૩ એમ રેતીમાં લખેલું હતું. તસ્‍વીર પોસ્‍ટ કરીને તેણે કેપ્‍શન આપ્‍યું હતું કે તેર મિલીયનની તાકાત સાથે ભવિષ્‍યની તલાસ અને ગણતરી. આ બધા થકી મારી પીઠ થપથપાવવા બદલ આભાર. જેનિફર ૧૯૯૫માં બાળક કલાકાર તરીકે ફિલ્‍મ અકેલે હમ અકેલે તુમમાં જોવા મળી હતી. તેણે ટીવી પરદે અનેક સુપરહિટ શો આપ્‍યો છે. તેની વેબ સિરીઝ એમ કોડ-૨ હાલમાં જ રિલીઝ થઇ હતી.

(10:31 am IST)