Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

આલિયા ભટ્ટે ઘરમાં આવેલા મહેમાન સાથે ફોટો શેર કર્યો

આલિયા-શાહીને એક બિલાડીને ઘરમાં જગ્યા આપી છે

મુંબઈ, તા. ૫ : આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને તેની બહેન શાહીન ભટ્ટ  સિવાય એક અન્ય ફોટો દેખાઈ રહ્યો છે. આલિયા અને શાહીને એક નવી બિલાડીને ઘરમાં જગ્યા આપી છે. તેનો ફોટો શેર કરી આલિયાએ જણાવ્યું હતું કે આ નાનકડી બિલાડી ખૂબ તોફાની છે.

આલિયા ભટ્ટે, આ ક્યુટ ફોટો શેર કરી અને લખ્યું હતું કે, આ છોકરીઓની જોડી તગડી બની ગઈ છે. મળો અમારા નવા મહેમાનને. તેની સ્કિલમાં કરડવાનું, સેલ્ફી લેવાનું અને ક્યુટ રહેવાનું છે. આલિયા અને તેની બહેન શાહીને બિલાડી સાથેનો ક્યૂટ ફોટો શેર કર્યો છે.

(7:54 pm IST)