Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સોનાલી બેન્દ્રેએ જુના દિવસોની બિકિનીની તસવીરો શેર કરી

સોનાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ : એક તસવીર પર રિતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાને લખ્યું છે, આજે પણ તું પહેલાં જેટલી જ સુંદર છે

મુંબઈ, તા. ૫ : સોનાલી બેન્દ્રેએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં જુના દિવસોની તસવીરો શેર કરી છે. સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને તેનાં ફેન્સ સાથે હમેશાં જોડાયેલી રહે છે. તેણે હાલમાં તેનો બિકિની અવતાર દર્શાવ્યો હતો. જે શેર કરતાં તેણે લખ્યું હતું કે, હું, સન.. સી.. અને સેન્ડ...ને ખૂબજ મિસ કરી રહી છુ. અને સાથે જ મારા આ સુંદર એબ્સ અને ઉડતા વાળ પણ...

સોનાલીએ થોડા દિવસ પહેલાં આ તસવીર શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતું. એ જમાનો હતો જ્યારે કપડાંની સાથે લિપસ્ટિક મેચિંગ કરવામાં આવતી હતી. સોનાલીની આ તસવીરો ૯૦નાં દાયકાની છે આ ફોટોશૂટમાં સોનાલી બોલ્ડ બિકિની અવતારમાં નજર આવે છે. સોનાલીની આ તસવીરોને ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ મળી છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

સોનાલીની એક તસવીર પર રિતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાને લખ્યું છે કે, આજે પણ તુ પહેલાં જેટલી જ સુંદર છો. અને આ તારા શોર્ટ હેર પણ શાનદાર છે.

(7:53 pm IST)