Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સુશાંતે દિલ બેચારાની સ્ક્રિપ્ટ વાંચી જ નહતી : મુકેશ છાબરા

સેટની મસ્તીને યાદ કરીને સંજના સાધી ઈમોશનલ થઈ : ફિલ્મ ૨૪ જુલાઈએ ઓનલાઇન રિલીઝ કરવામાં આવશે

મુંબઈ, તા. ૫ : કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે 'દિલ બેચારાલ્લની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ એ કરવા માટે હામી ભરી હતી. આ ફિલ્મ દ્વારા મુકેશ ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે. સુશાંત અને મુકેશ બન્ને ખાસ ફ્રેન્ડ્સ હતા. ફિલ્મ વિશે જણાવતાં મુકેશ છાબરાએ કહ્યું હતું કે 'સુશાંતને જાણ થઈ હતી કે હું ફિલ્મ ડિરેક્ટ કરવામાં વધુ રસ ધરાવું છું એથી તેણે મને પ્રૉમિસ કર્યું હતું કે તે મારી ફિલ્મમાં જરૂર એક દિવસ કામ કરશે. મેં જ્યારે નક્કી કર્યું કે હું મારી પહેલી ફિલ્મ બનાવવાનો છું તો કોઈ મોટા એક્ટર્સને બદલે હું કોઈ એવા એક્ટરને લેવા માગતો હતો જે મને સમજી શકે, એક ફ્રેન્ડ તરીકે મારી નજીક હોય, આ આખી જર્ની દરમ્યાન તે મારી સાથે અડીખમ હોય. એ વખતે મને યાદ આવ્યું કે સુશાંતે મને જણાવ્યું હતું કે તે મારી પહેલી ફિલ્મમાં કામ કરશે. એ ફિલ્મમાં તે લીડ રોલમાં હશે અને તેણે પોતાનું પ્રૉમિસ નિભાવ્યું પણ ખરું. એથી મેં જ્યારે તેને 'દિલ બેચારાલ્લ માટે અપ્રોચ કર્યો ત્યારે તેણે તરત જ હા પાડી દીધી હતી એટલું જ નહીં તેણે તો સ્ક્રિપ્ટ પણ વાંચી નહોતી. અમારી વચ્ચે આવું જ સ્ટ્રૉન્ગ ઇમોશનલ કનેક્શન હતું.લ્લ દરમિયાન, સંજના સાંઘીએ 'દિલ બેચારાલ્લના સેટ પર સુશાંત સિંહ રાજપૂત સાથેની મસ્તીને યાદ કરતો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે અને સુશાંત બાઇક પર બેઠાં છે. આ ફિલ્મ સુશાંતની છેલ્લી અને સંજનાની પહેલી ફિલ્મ છે.

આ ફિલ્મ ૨૪ જુલાઈએ ઓનલાઇન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના સેટ પર દરરોજ કેવી મસ્તી અને મોજ કરતાં હતાં એ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સંજનાએ એ ફોટો પર કૅપ્શન આપી હતી કે 'આ ફોટો મેં કદી પણ જોયો નહોતો. એ હંમેશાં યાદોમાં શ્વાસ લેશે અને જીવિત રહેશે.

શૂટિંગના એ દિવસોમાં ક્રીએટિવ સંતુષ્ટિ અને સેટ પર ભરપૂર મસ્તી થતી હતી. આ બન્ને મારા કંઈ પણ કહેવા પર મજાક કરતા હતા. આવી મસ્તી તો દરરોજ સેટ પર થતી હતી.

(7:52 pm IST)