Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફિલ્મ સાહોમાં જેકલીન ફર્નાન્ડીસની એક સ્પેશિયલ ડાન્સ નંબર કરશે

મુંબઈ:પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહો પંદરમી ઓગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. ફિલ્મના પ્રમોશન સાથે ફિલ્મ સાથે કયા સિતારા જોડાયેલા છે તેની પણ ઝલક જોવા મળી રહી છે અને અહેવાલો સામે આવી રહ્યા છે. ફિલ્મ સાહોમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની એક સ્પેશિયલ ડાન્સ નંબર માટે પસંદગી થઈ છે. આ ગીત પ્રભાસ અને જેકલીન પર ફિલ્માંકન કરાશે. જેકલીન હાલ ઓસ્ટ્રિયામાં આ ફન સોંગના શૂટિંગ માટે પહોંચી ગઇ છે. આ ગીતનું શૂટિંગ ત્રણ દિવસ સુધી ચાલવાનુ છે. જ્યાં તે સાહોમાંના સ્પેશિયલ ગીતમાં પોલ ડાન્સ પણ કરવાની છે. આ ગીતમાં રેપર બાદશાહ પોતાનો વોઇસ આપવાનો છે.

(5:00 pm IST)