Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પૂર્વ રક્ષામંત્રીના રોલમાં નજરે પડી શકે છે નવાજુદ્દીન સિદ્દીકી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી સિલ્વર સ્ક્રીન પર સમાજવાદી નેતા તથા પૂર્વ રક્ષામંત્રી જોર્જ ફર્નાડિસન રોલમાં નજરે પડી શકે છે. શિવસેના નેતા સંજય રાઉટોએ શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ બનાવી હતી જેમાં નવાજુદીને બાલા સાહેબ ઠાકરેનો રોલ ભજવ્યો હતો. સંજય રાઉત હવે પૂર્વ રક્ષામંત્રી જોર્જ ફર્નાડિસ પર ફિલ્મ બનાવવા માંગે છે અને તેની પહેલી પસંદ નવાઝુદીન છે. ફિલ્મની કહાની 1950થી 1975 સુધી રજૂ કરવામાં આવશે. જેમાં મુંબઈમાં ફર્નાડીઝ જીવન પસાર કર્યું તે રજૂ કરવમાં આવશે।

(4:59 pm IST)