Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જીમ અને ફિટનેસ સેન્ટર ખોલશે સલમાન ખાન

એસકે -૨૭ જીમ ફ્રેંન્ચાઇઝી લોન્ચ કરશેઃ ૩૦૦ થી વધુ જીમ ખોલશે

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હવે જિમ અને ફિટનેસ સેન્ટર પણ ખોલશે ની બીઇંગ હ્યૂમનની દુનિયાભરમાં સફળ ફ્રેંચાઇઝી બાદ હવે સલમાન ખાન અત્યાર સુધી દુનિયાભરમાં જીમ અને ફિટનેસ સેન્ટરના રૂપમાં પોતાની એક કડી શરૂ કરવા તૈયારી કરે છે આ જીમ હેઠળ ૨૦૨૦ સુધી આખા ભારતમાં ૩૦૦થી વધુ જીમ ખોલશે.  સલમાન ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પોતાની ફિટનેસ રૂટીનની કેટલીક જલક બતાવી ચુકયો છે અને હવે સલમાન એસકે-૨૭ જિમ ફ્રેંચાઈજી લોન્ય કરવા માટે તૈયાર છે અને તે હવે ૩૦૦ જીમ ખોલવાની યોજના બનાવી ચુકયો છે.  એપ્રિલ ૨૦૧૯માં સલમાન ખાને પોતાના ફિટનેસ ઇકિવપમેંટ બ્રાંડ ''બીઇંગ સ્ટ્રોંગ લોન્ચ'' કર્યો હતો અને તેને લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર, બીઇંગ સ્ટ્રોન્ગ ઇકિવપમેંટની સાથે પહેલાં જ ભારતમાં ૧૭૫થી વધુ જીમમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે અને આ ફિટનેસ પ્રત્યે ઉત્સાહી લોકો વચ્ચે હિટ સાબિત થઇ રહ્યાં છે. ''બીઇંગ સ્ટ્રોન્ગ ઇકિવપમેંટ'' દેશની સૌથી મનપસંદ ફિટનેસ ઇકિવપમેંટ બ્રાંડ બની ગઇ છે.  બીંગ હ્યુમન ચેન અને બીંગ સ્ટ્રોંગ ફિટનેસ ઈકિવપમેન્ટ પછી ફિટનેસ સેન્ટરની શરૂઆત કરશે. એસકે-૨૭નો લક્ષ્ય ફિટનેસ ઈન્ડિયા મૂવમેન્ટનો સંદેશો ફેલાવવાની સાથે દરેક લોક ફિટ અને સ્વસ્થ રહે તે માટે જીમ ખોલવાનો હેતું છે આ ઉપરાંત દરેકને રોજગાર પેદા કરવાની પણ યોજના ધરાવે છે.

(3:36 pm IST)