Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

દિવસના ૨૧ કલાક વ્યસ્ત રહે છે સલમાન ખાનઃ જાણો તેનું શેડયૂલ

મુંબઇ, તા.પઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પાસે 'દબંગ ૩' બાદ કામ કરવા માટે લાંબી લાઈન છે. આ ફિલ્મ બાદ તે 'કિક ૨' અને 'ઈંશાલ્લાહ'માં પણ જોવા મળશે. પણ, શું તમે જાણો છો કે કામ પ્રત્યે સમર્પિત રહેનારો સલમાન ખાન દિવસના ૨૧ કલાક એકિટવ કરે છે. તમે નહીં માનો પણ સલમાન ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કરી.

આ સિવાય સલમાન ખાને તેના આખા દિવસના શેડ્યૂલની પણ જાણકારી આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને જણાવ્યું કે તે દિવસ દરમિયાન ખૂબ જ ઓછી ઊંઘ લે છે અને માત્ર ૨થી ૩ કલાક જ સૂઈ જાય છે.

સલમાન ખાને જણાવ્યું કે તેને ચિત્ર દોરવાનો, લખવાનો પણ શોખ છે અને ટીવી પણ જુએ છે. તેણે જણાવ્યું કે તે જયારે ટીવી જુએ ત્યારે વચ્ચે જાહેરાત આવે તો તે ટીવી ચેનલ બદલતો નથી.

(1:09 pm IST)