Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કપિલ દેવને મળ્યા બાદ સુપર ચાર્જ થયા નીતુ અને રિશી કપૂર

રિશી કપૂર અને નીતુ કપૂરે ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપુર્વ કેપ્ટન કપિલ દેવ સાથે મુલાકાત કરીને સુપર ચાર્જ થઇ ગયા હોવાની લાગણી વ્યકત કરી છે. રિશી કપૂર અને નીતુ કપૂર હાલમાં ચાલી રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપને લઇને ખુબ જ એકસાઇટેડ છે. એવામાં તેમની મુલાકાત કપિલ દેવ સાથે થતા તેમનામાં વધુ ઊર્જા આવી ગઇ હોય એવો અનુભવ તેમને થઇ રહ્યો છે. રિશી કપૂર ઘણા મહિનાઓથી કેન્સરની સારવાર ન્યુયોર્કમાં લઇ રહ્યા છે. તેઓ કેન્સર -ફ્રી થતાં ડોકટરે તેમને હવે દેખરેખ હેઠળ રાખ્યા છે. કપિલ દેવ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને નીતુ કપૂરે  કેપ્શન આપી હતી, ક્રિકેટ વર્લ્ડ કપને લઇને અમે હવે સુપર ચાર્જ થઇ ગયા છીએ.

(11:23 am IST)