Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હવે નાના બજેટની ફિલ્મો કરવા ઇચ્છે છે રણબીર કપૂર

રણબીર કપૂર બોલીવૂડના પ્રતિભાશાળી કલાકારોની લિસ્ટમાં સામેલ છે. તે પોતાની ફિલ્મોમાં શાનદાર અભિનય થકી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થયો છે. જો કે રણબીર હવે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. કારકિર્દીની શરૂઆતમાં તે હિટ ફિલ્મો આપી શકયો નહોતો. પાછળથી તેણે અનેક હિટ ફિલ્મો આપી છે. રણબીરની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છે. રણબીર હવે નાના બજેટની ફિલ્મો કરવા ઇચ્છે છે. અત્યાર સુધી તેણે મોટા બજેટની ફિલ્મો જ કરી છે. તેની અન્ય ફિલ્મોમાં શમશેરા તથા અજય દેવગણ સાથે લવ રંજનની એક ફિલ્મ સામેલ છે. આ સિવાય તે અન્ય સારી સ્ક્રિપ્ટની શોધમાં છે. છેલ્લે તે રાજકુમાર હિરાણીની સંજૂમાં દેખાયો હતો.

(9:47 am IST)