Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફિલ્મ નવાબજાદે નું બીજું ગીત તેરે નાલ નચના રિલીઝ : ઈન્ટરેન્ટ પણ છવાઈ ગયું

મુંબઈ :બોલિવુડમાં ફિલ્મ નવાબજાદેનું તાજેતરમાં પંજાબી સોન્ગ સિંગર ગુરુ રંધાવાના અવાજમાં રિલીઝ કરાયું હતું હાઈ રેટેડ ગબરુ સોન્ગને લોકોએ પસંદ કર્યું હતં. ત્યારે હવે આ ફિલ્મનું બીજુ ગીત રિલીઝ થયું છે આ ગીત ફેમસ સિંગર અને રેપર બાદશાહે ગાયું છે.

  ગીત તેરે નાલ નચના છે. જેમાં બાદશાહનું શાનદાર રૈપની સાથે સુનીલ શેટ્ટીની દીકરી અને હીરો ફિલ્મની એક્ટ્રેસ આથિયા શેટ્ટી પણ દેખાઈ રહી છે. જોકે, ગીત રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. આથિયાની સાથે નવાબજાદેના આ ગીતમાં એક્ટર્સ અને ડાન્સર્સ ધર્મેશ, રાધવ જુયાલ અને પુનિત ઠાકરે બેકગ્રાઉન્ટમાં આથિયા સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યાં છે. બાદશાહનું આ ગીત સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે.

(7:33 pm IST)