Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અભિનેત્રી કિમ શર્મા વિરુદ્ધ લાગ્યો કામવાળીને મારવાનો આરોપ

મુંબઈ:બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ દાખલ થઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, કિમ શર્મા પર તેના ઘરે ઘરકામ કરી ચુકેલ એક મેડે પોતાની સાથે મારઝુડનો આરોપ લગાવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, ઘરમાં કામ કરનાર એ મેડની ભૂલ એટલી હતી કે તે કપડા ધોતી વખતે તેમાંથી સફેદ કપડાને અલગ કરવાનુ ભુલી ગઈ હતી. જેની જાણ કિમને થતા તેણે મેડ સાથે મારઝુડ કરી હતી. આ ઘટના મે મહિનાની હોવાનુ સામે આવ્યુ છે. ૩૧ વર્ષીય એસ્થર ખેસ જે કિમ શર્માના ઘરે ૨૭ એપ્રિલથી કામ પર જતી હતી, જ્યારે તે ૨૧ મેના રોજ કપડા ધોવાનુ કામ કરી રહી હતી. તે સમયે તે લાઈટ અને ડાર્ક કલરના કપડાને અલગ કરવાનુ ભૂલી ગઈ હતી. જેથી અકળાઈને અભિનેત્રીએ તેની સાથે ગાળાગાળી કર્યા બાદ તેને માર માર્યો હતો.

 એસ્થરે જણાવ્યુ કે, મારી ભૂલ બદલ મેં કિમની માફી પણ માંગી પરંતુ તેણે મને માર મારી ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુકી. તેણે મને કેટલાક ખરાબ શબ્દો પણ કહ્યા. એસ્થરે આરોપ લગાવ્યો કે તેણે જેટલા દિવસ કામ કર્યુ હતું તે પૈસા પણ કિમે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી આખરે મારે આ અંગે પોલીસ સ્ટેશનમાં કિમ શર્મા સામે ફરીયાદ દાખલ કરાવવી પડી.

(5:16 pm IST)