Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફિલ્મ સોનચિડિયાનું પોસ્ટર રિલીઝ:સુશાંત સિંઘ રાજપૂત જોવા મળ્યો ખૂંખાર ડાકુ

મુંબઈ:અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને ખૂંખાર ડાકુ તરીકે રજૂ કરતી ફિલ્મ સોનચિડિયાનું પોસ્ટર બુધવારે રિલિઝ થયું હતું. ફિલ્મ સમીક્ષકો માને છે કે સુશાંતના ફેન્સને આ પોસ્ટર જરૃર ગમશે કારણ કે સુશાંત આવા રફ ગેટપમાં અગાઉ કદી રજૂ થયો નથી. આ એના વ્યક્તિત્ત્વનું એક અજાણ્યું પાસું છે એવું સમીક્ષકો માને છે. ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર આ પોસ્ટર રિલિઝ કર્યું હતું અને સુશાંતના રફ લૂકને બિરદાવ્યો હતો. આ ફિલ્મમાં રણવીર શૌરી અને અન્ય કલાકારો પણ ડાકુ તરીકે રજૂ થવાના છે. આશુતોષ રાણા અને મનોજ બાજપેયી પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલ કરી રહ્યા છે. ઠીક ઠીક લાંબા સમય પછી બોલિવૂડમાં ફરી એકવાર ચંબલની કોતરોમાં વસતા ડાકુઓની ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ શરૃ કરવા અગાઉ સુશાંતે ચંબલની કોતરોની મુલાકાત લીધી હતી અને કેટલાક ભૂતપૂર્વ ડાકુઓને પણ મળ્યો હતો જેથી પોતાના પાત્રની પૂર્વતૈયારી કરી શકે. એણે એ સમયે કોતરોની એક વિડિયો ક્લીપ પણ રજૂ કરી હતી. આ ફિલ્મમાં સુશાંત સાથે મુખ્ય ભૂમિકામાં ભૂમિ પેડણેકર ચમકી રહી છે.

(5:15 pm IST)