Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વેબ સિરીઝમાં કામ કરવું મારા માટે ચેલેન્જ સમાન છે: મલ્લિકા શેરાવત

મુંબઈ:બોલ્ડ દ્રશ્યો આપવા માટે પંકાયેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે મારી પહેલી વેબ સિરિઝ ધ સ્ટોરીનો મારાવાળો એપિસોડ મારા માટે ચેલેંજિંગ બની રહ્યો હતો. 'આવું આજકાલ લગભગ રોલ જ બને છે. ટૂંકું સ્કર્ટ પહેરવા માટે એક વ્યક્તિ મને ટ્રોલ કરે છે અને મારે હિંસક લાગે એટલી હદે ગુસ્સે થઇને એને થપ્પડ મારવાની હોય એવો એ શોટ હતો. મારી સાથે વાસ્તવ જીવનમાં પણ આવું બની ચૂક્યું છે. મને ટ્રોલ કરનારને મેં જડબાજોડ જવાબ આપી દીધો હતો. અહીં તો સંબંધિત વ્યક્તિને થપ્પડ મારવાની હતી અને દ્રશ્ય સંવેદનશીલ બની રહ્યું હતું. મારે એ માટે સારી એવી માનસિક તૈયારી કરવી પડી હતી' એમ મલ્લિકાએ કહ્યું હતું. ધ સ્ટોરી વેબ સિરિઝ દ્વારા મલ્લિકા ડિજિટલ મનોરંજન ક્ષેત્રે પ્રવેશી રહી છે. આજકાલ એ ઓછી ફિલ્મો કરે છે. એ વિશે પૂછતાં એણે કહ્યું કે સારા રોલની ઑફર આવે તો હું જરૃર હા પાડું પરંતુ અગાઉ મેં કરેલા રોલ્સ જેવી ઑફર હોય તો મને રસ પડતો નથી. તાજેતરમાં એક રિપોર્ટ મુજબ મહિલાઓ માટે ભારત હવે સુરક્ષિત રહ્યું નથી. એ અંગે બોલતાં મલ્લિકાએ કહ્યું કે હું તો મારા પોતાના અનુભવના આધારે તારણ કાઢું. મેં ટૂંકું સ્કર્ટ પહેર્યું એમાં કોઇને શા માટે વાંધો હોવો જોઇએ. મારા પોતાના અનુભવ પરથી હું એવા તારણ પર આવું છું કે સેલેબ્રિટિઝ અને ખાસ કરીને અભિનેત્રીઓ પર લોકો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતાં હોય છે. જરાક તક મળે તો તરત એને ટ્રોલ કરવામાં આવે છે એ હકીકત છે.

(5:13 pm IST)