Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આયસ ટાકિયાના પરિવારને મળી રહી છે ધમકી

મુંબઈ:છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડ ફિલ્મોથી ગાયબ રહેલ અભિનેત્રી આયશા ટાકીયાને છેલ્લા ઘણા સમયથી ધમકીભર્યા મેસેજ અને ફોન આવી રહ્યા છે. તેના પતિ ફરહાન આઝમીએ મુંબઈ પોલીસને કેટલાક ટ્વિટ કરીને જણાવ્યુ કે, તેની પત્ની (આયશા ટાકીયા), માતા અને ૭ મહિનાની પ્રેગનેન્ટ બહેનને ફોન પર ધમકીઓ મળી રહી છે. તેમણે જણાવ્યુ કે, આ ધમકી તેમને એક કેસ સાથે સંકળાયેલ ચુકાદા બાદ મળી રહી છે. હાલમાં જ અહેવાલ સામે આવ્યા હતા કે, ફરહાન પર તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર કાશિફ ખાને તેમના પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. કાશિફે ફરહાન સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ફરહાને ગત રાત્રે આ ધમકીઓથી કંટાળીને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટેગ કરી તેમની પાસે મદદની માંગ કરી. ફરહાને એકસાથે સતત કેટલાક ટ્વિટ કર્યા જેમાં તેણે ડીસીપી પરમજીતસિંહદહિયા પર તેનો ફોન ઈગ્નોર કરવા અને ફરીયાદ ન સાંભળવાનો પણ આરોપ લગાવ્યો. તેણે ડીસીપી દહિયા સાથે થયેલ વાતચીતનો સ્ક્રિનશોટ પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો.

(5:12 pm IST)