Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

'સૈલ્યુટ' ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરશે કિંગ ખાન

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન પોતાની  આગામી  ફિલ્મ ઝીરોનું શૂટિંગ હમણાં જ પૂરું કર્યું છે. ત્યારે બીજી એક ફિલ્મના શૂટિંગની ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મ સૈલ્યુટ ની શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરી દેશે  તેવી  માહિત સૂત્રો  દ્વારા જાણવા  મળી છે.  આ ફિલ્મ ઇન્ડિયન્સ એયર ફોર્સના પૂર્વ પાયલટ અને ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેર્શન મહેશ મથાઈ કરી રહ્યા  છે. હજુ સુધી ફિલ્મ શાહરુખ ખાનની ઓપોઝીટ કઈ  હિરોઈન  લેવામાં  આવશે પણ એવી ચર્ચા થાય છે કે કરીના કપૂરને લેવામાં આવશે.

(5:11 pm IST)