Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કેન્સર પીડિત સોનાલી બેન્દ્રેને મળવા અક્ષયકુમાર પહોંચ્યો ન્યુયોર્ક

સોનાલી એક ફાઈટર છે. ઈશ્વર તેમની હેલ્થ સુધારવામાં મદદ કરશે.

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ટ્વિટ કરી પોતાને હાઈગ્રેડ કેન્સર હોવાનું જણાવીને બધાને ચોંકાવી દીધા છે. તેણીના જણાવ્યા પ્રમાણે હાલ તે ન્યુયોર્કમાં સારવાર લઈ રહી છે. દરમિયાન માહિતી મળી છે કે, સોનાલીની તબિયત વિશે માહિતી મળ્યા બાદ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર તેને ન્યુયોર્ક મળવા પહોંચ્યો હતો. અક્ષયે વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, સોનાલી એક ફાઈટર છે. ઈશ્વર તેમની હેલ્થ સુધારવામાં મદદ કરશે.

(2:44 pm IST)