Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ત્રીજી વખત મનિષ શર્મા સાથે કામ કરશે રણવીર સિંહ

પદ્માવત પછી રણવીર સિંહ સતત કામમાં વ્યસ્ત છે. તેની પાસે હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા' છે તો બીજી તરફ 'ગલીબોય' અને કપિલ દેવના જીવન પર બનનારી ફિલ્મ '૮૩' પણ છે. આ ત્રણ ફિલ્મો ઉપરાંત હવે ચોથી ફિલ્મ પણ તેના હાથ પર છે. આ સંગીતમય લવસ્ટોરી હશે.  દરેક પ્રકારના રોલમાં માસ્ટરી ધરાવતાં રણવીરસિંહને સિમ્બામાં પોલીસ ઓફિસરનો રોલ મળ્યો છે. ગલીબોયમાં રેપ સોંગ ગાતા યુવાનનો રોલ અને ૮૩માં ક્રિકેટરનો રોલ મળ્યો છે. ચોથી ફિલ્મ મળી છે તેમાં તે લવરબોય હશે. આ ફિલ્મનું નિર્દેશન મનિષ શર્મા કરશે. અગાઉ રણવીરે મનિષ સાથે બેન્ડ બાજા બારાત અને લેડિઝ વર્સેસ રિક્કી બહેલમાં કામ કર્યુ છે.

(9:29 am IST)