Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

માલદિવમાં વેકેશન માણ્યું નેહા પેન્ડસેએ

ટીવી પરદે 'મૈં આઇ કમ ઇન મેડમ' શો થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી નેહા પેન્ડસે બોલ્ડ લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે. મૈં આઇ કમ ઇન મેડમમાંતેણે બોસનો રોલ નિભાવ્યો હતો, જેને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. નેહાએ ફરીથી કેટલીક બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી છે જેણે ચાહકોમાં ચર્ચા જગાવી છે. નેહા તાજેતરમાં વેકેશન માણવા માલદિવ ગઇ હતી. જ્યાં તેણે સેકસી ફોટોશૂટ કરાવ્યું હતું. કાળા રંગની બિકીનીમાં સ્વીમિંગ પુલ પાસે ઉભેલી નેહાની તસ્વીરો ખુબ વાયરલ થઇ છે. નેહા અવાર-નવાર બોલ્ડ તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. તેણે મરાઠી, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. કેપ્ટન હાઉસ, પડોશન, ખુશી, હસરતેં જેવા ટીવી શો પણ કર્યા છે. ૧૯૯૦માં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. 

(9:28 am IST)