Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફરીથી સલમાન સાથે બનશે કેટરીનાની જોડી

બોલીવૂડની બાર્બી ગર્લ કેટરીના કૈફ સલમાન ખાન સાથે વધુ એક ફિલ્મ કરવાની છે. આદિત્ય ચોપડા ધૂમ સિરીઝની આગામી ફિલ્મ માટે તૈયાર છે. આ ફિલ્મમાંસલમાન ખાન અને રણવીર સિંહ ફાઇનલ થઇ શકે તેવીચર્ચા છે. ત્યારે હિરોઇન તરીકે સલમાન સાથે ફરીથી કેટરીના જોડી બનશે તેવી વાતો પણ બોલીવૂડમાં થવા માંડી છે. સલમાન ખાને ફિલ્મ માટે હા કહી દીધી છે. સલમાન અને કેટરીનાની જોડીવાળી ફિલ્મો સુપરહિટ જ રહી છે. ફરીથી આ જોડી રિપીટ થાય તેમ જણાય છે. કેટરીનાએ અગાઉ ધૂમ-૩માં આમિર ખાન સાથે કામ કર્યુ હતું. આદિત્યએ ફિલ્મના કલાકારો પહેલેથી જ ફાઇનલ કરી લીધા છે. જેમાં કેટરીના પણ સામેલ છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થવાની શકયતા છે.

(9:28 am IST)